10 એપ્રિલ, 2023નું રાશિ ભવિષ્ય

મેષ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે.

વૃષભ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્વના કામનો ઉકેલ આવે.

મિથુન : આપના સહકર્મીનું કામ આપની પાસે આવવાથી આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

કર્ક : આપની બુદ્ધિ – અનુભવ – આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ-ખરીદી જણાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કન્યા : આપના કામમાં સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. આપના ધાર્યા પ્રમાણેનું કામ થાય.

તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો મળી રહે. સંયુક્ત ધંધામાં પરિવાર મદદરૂપ બને.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધાર્યા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થાય.

ધન : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

મકર : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપને ચિંતા-દોડધામ જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કુંભ : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં દોડધામ રહે.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ-ઉત્સાહ રહે. અડોશ-પડોશનું કામકાજ રહે.

Leave a Comment