BAPS દ્વારા સુરત માં એક નવું અક્ષરધામ બનશે

BAPS સંસ્થા પોતાના સદ્ કાર્યો ને કારણે ઘણી વખત ચર્ચા માં આવે છે
ફરી એક વખત BAPS સંસ્થા દ્વારા લોક કલ્યાણ માટે અક્ષરધામ જેવા મોટા સ્મારક ની ઘોષણા કરવામાં આવી છે.
BAPS સંસ્થા હિન્દુ ધર્મમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને હિન્દુ ધર્મ ને શોભાવવા માટે અવાર નવાર ઘણા કાર્યો કરતા હોય છે તેમનું એક કાર્ય એટલે અક્ષરધામ જે હાલ દિલ્હી અને ગાંધીનગર માં છે અને હવે સુરત માં પણ હિન્દુ ધર્મને શોભે એવા અક્ષરધામ ની ઘોષણા થઈ છે.


BAPS સંસ્થા દ્વારા સમાજ કલ્યાણ ના કાર્યો માં અક્ષરધામ મોખતે આવે છે કે જ્યાં મોટા મોટા રાષ્ટ્રપતિઓ પણ મુલાકાત લેવા આવે છે અને ત્યાં શાંતી નો અનુભવ કરે છે.
BAPS એક ધાર્મિક સંસ્થા હોવાની સાથે સાથે સમાજ ને સારા ધર્મગુરુ ની ભેટ આપે છે. BAPS સંસ્થા સમાજ માટે સારું શિક્ષણ, સંસ્કાર યુક્ત યુવાનો ની ભેટ આપે છે. સમાજ ને ઉત્કૃષ્ટ કરવા માટે BAPS સંસ્થા હંમેશા તત્પર હોય છે

Leave a Comment